logo

પ્રજ્ઞાચક્ષુ વિધાર્થીઓની શૈક્ષણીક સમસ્યાઓ: એક સમાજશાસ્ત્રીય અભ્યાસ

કુદરતી રીતે અથવા આકસ્મિક કારણૉસર વિકલાંગતા આવતી હોય છે. આવી વિકલાંગ વ્યક્તિઓ પ્રત્યે ઉપેક્ષા ભર્યુ વર્તન રાખવામાં આવે છે. વિકલાંગ વ્યક્તિ વિશે સમાજના ખ્યાલ એવા હતા કે, વિકલાંગ બાળક સામાન્ય શાળામાં શિક્ષણ મેળવી શકે નહી. પરંતુ પ્રવર્તમાન સમયમાં વિકલાંગ બાળકોના શિક્ષણ વિશે સમાજના ખ્યાલો બદલાય છે. આવા, બાળકો પણ અન્ય બાળકો સાથે સામાન્ય શાળામાં સાથે શિક્ષણ મેળવી શકે છે. વિકલાંગ વ્યક્તિ સ્વાસ્થ્ય પૂર્ણ વ્યક્તિની સરખામણીમાં કેટલાક વિશેષ કામ જેમાં શારીરિક બળની જરૂર પડતી હોય છે, તેવા કેટલાક કામો કરવામાં મુશ્કેલી જરૂર અનુભવે છે. છત્તાપણ જો તેઓના માટે સમાન તક વિકસાવવામાં આવે અને યોગ્ય વાતાવરણ તેમજ સમાજ તરફથી હૂફ મળે તો તેઓ જરૂર સ્વમાનભેર સ્વાવલંબી જીવન જીવી શકે છે. અને પોતાની રોજગારી પણ મેળવી શકે છે. તે માટે તેમને અનુરૂપ વાતાવરણ નિર્માણ કરવાની જવાબદારી સમાજે સ્વીકરવી પડશે.

પૃથ્વી પર જન્મ લેતા પ્રત્યેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર છે. જીવન પથ પર વિકાસ કરવા માટે કાંઇ કરી બતાવવા માટે દરેક મનુષ્યમાં હિંમ્મત, સાહસ, મહેનત, આત્મવિશ્વાસ ખૂબ જ જરૂરી છે. આ બાબત વિકલાંગ બાળકોને પણ શારીરીક રીતે બંધ બેસે છે. માટે સર્વશિક્ષા અભિયાન માં શિક્ષણની નવી જ ક્ષિતિજ એટલે “સમ્મિલિત શિક્ષણ” કે જ્યાં પ્રાથમિક શિક્ષણનાં સાર્વત્રિકરણ સાથે વિકલાંગ બાળકોને સમાન તક એક એવો વિશેષ અભિયાન કે જેમાં સાયન્સ અને સામાન્ય શાળામાં સૌ સાથે શિક્ષણ એવો નવો સર્જનાત્મક વિચાર રહેલો છે. એક શિક્ષણ તરીકે આવા સમાજના ડરથી માતા પિતા બાળકની વિકલાંગતા છૂપાવે અને એના વિકાસ તરફ દુર્લક્ષ સેવે છે તો આવા રૂઢીગત ખ્યાલોને માન્યતાઓને નિર્મૂળ કરવામાં સૌથી પહેલુ યોગ્યદાન હોવું જરૂરી છે. સમાજનું આ પ્રથમ બાળક સમાજનું એક અવિભાજ્ય અંગ હોઇ આપણે સમાજની સાથે પણ આ બાળકના સમાયોજન અને હેતુસર એક સારા સંવાહક તરીકે ચેલેંજીંગ બાળકોના શિક્ષણના ઉત્પાતના વિચાર અર્થે સમાજ સંચાર કરીએ.

સંશોધનનું મહત્વ:

ગુજરાતમાં વિકલાંગ વ્યક્તિ અંગેના સંશોધન મર્યાદિત થયા છે. તેથી આ અભ્યાસનું મહત્વ વિશેષ છે. સમાજમાં એક હિસ્સો વિકલાંગ લોકોનો પણ છે. સમગ્ર સમાજનો વિકાસ કરવાનો હોય ત્યારે વિકલાંગ લોકોના વિકાસ ઉપર ધ્યાન આપવું જરૂરી છે.

પ્રસ્તુત અભ્યાસમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલી સરકારી તેમજ ખાનગી સંસ્થાઓ ( સ્વૈછિક અને બિન સ્વૈછિક) જે પ્રજ્ઞાચક્ષુ વિધાર્થીઓ અંગે કાર્યરત છે. આ સંસ્થામાં રહીને અભ્યાસ કરતા વિધાર્થીઓ શૈક્ષણિક તાલિમ તેમજ વિવિધ કલ્યાણકારી યોજનાઓ વગેરેના સંદર્ભમાં માહિતીનું એકત્રીકરણ કરેલું છે.

શિક્ષણનું મહત્વ બધા માટે છે અને તેમાં વિકલકંગ બાળકો માટે તેનું ખાસ મહત્વ છે. શિક્ષણ રોજગારી મેળવવાની તથા આગળ વધવાની તકો પૂરી પાડે છે. ગુજરાતમાં વિકલાંગતામાં સાક્ષરતાનો દર ભારતની સરખામણીમાં વધારે છે. પજ્ઞાચક્ષુની સંખ્યા ગ્રામીણ વિસ્તારમાં વધારે છે. વિકલાંગ વ્યક્તિઓ માટે વિવિધ તાલિમ કેન્દ્ર તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ કાર્યરત છે. તે શહેરમાં જ છે આવી સંસ્થા ગ્રામીણ વિસ્તારમાં હોવી જરૂરી છે. જેથી તેઓને પૂરતુ શિક્ષણ મળી રહે અને ભવિષ્યમાં તે પોતાની રોજગારી મેળવી આત્મનિર્ભર બને.

પ્રજ્ઞાચક્ષુ ઉત્તરદાતાઓ સંગીત શિક્ષક વધારે બનવા માંગે છે. આવા વિધાર્થીઓને આગળ લાવવા માટે શિક્ષકો તેમજ માતા પિતાઓને તેમને પ્રોત્સાહિત કરતા રહેવું જોઇએ. જેથી કરીને તેઓ સંપૂર્ણ અભ્યાસ કરી શકે અને આત્મનિર્ભર બની શકે.

સંશોધન પદ્ધતિ:

સંશોધન કાર્યમાં માહિતી એકત્રકરવાની પ્રયુક્તિની માંદગીનું સોપાન અત્યંત મહત્વનું છે. સંશોધન વિષયની માહિતીનાં એકત્રીકરણનો આખો આધાર પ્રયુક્તિની પસંદગી ઉપર રહેલો છે. આથી સંશોધન વિષયને અનુરૂપ હોય તેવી પ્રયુક્તિની પસંદગી કરવી જરૂરી છે. આમ, સંશોધનમાં કોઇ પાયાની માહિતી એકત્રીત કરવાની સાવચેતી માંગી લે છે.

પ્રાથમિક માહિતીના સ્ત્રોત:

સંશોધન સમસ્યાના ચોક્કસ હેતુ માટે એકઠી કરવામાં આવેલી માહિતી પ્રાથમિક માહિતી કહેવાય. સંશોધક પ્રત્યક્ષ રીતે જ સૌ પ્રથમવાર એકત્ર કરેલી માહિતીને પ્રાથમિક માહિતી તરીકે ઓળખવામાં આવે છે. પ્રાથમિક માહિતી ના મુખ્ય સ્ત્રોત તરીકે જે સંશોધક ક્ષેત્ર પોતે જ છે. પ્રાથમિક માહિતી મેળવવા માટે મેં સૌરાષ્ટ્રના ૬ જીલ્લામાં આવેલી અંધ સંસ્થાઓની મુલાકાત લીધેલ છે. આ સંસ્થામાં પ્રત્યક્ષ જઇને અંધ વિધાર્થીઓને મળીને પ્રત્યક્ષરૂપથી ક્ષેત્ર કાર્ય દ્વારા માહિતી એકત્ર કરવામાં આવેલ છે. તમામ પ્રકારની માહિતી મેળવવા માટે મુલાકાત પદ્ધતિ, મુલાકાત અનુસૂચિ પદ્ધતિ, નિરીક્ષણ પદ્ધતિ, નિદર્શન પદ્ધતિ, વ્યક્તિ તપાસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવેલ છે.

ગૌણ માહિતીના સ્ત્રોત:

ગૌણ માહિતી સામાજિક સંશોધન માટે ઉપયોગી છે. સંશોધનમાં તે આગવું સ્થાન ધરાવે છે. સંશોધન સમસ્યાનું વિષ્લેષણ કરવામાં તેમજ તુલનાત્મક અભ્યાસો કરવામાં ઉપયોગી બને છે. સંશોધક પોતે એક્ત્ર કરેલી પ્રાથમિક માહિતીની પુરક માહિતી તરીક ગૌણ માહિતીનો ઉપયોગ કરવામાં આવેલ છે. પ્રસ્તુત અભ્યાસ ગૌણ સ્ત્રોત તરીકે ગ્રંથાલયમાંથી વિષયને લગતા સંદર્ભ ગ્રંથો, પુસ્તકો સામયિકો, વસ્તી ગણવેશ અહેવાલ, ઇંન્ટરનેટ વગેરે માંથી માહિતી પ્રાપ્ત કરી લે છે. સંશોધન વિષય સાથે સંબંધિત માહિતી મેળવવા માટે ગ્રંથાલયનો ભરપૂર ઉપયોગ કર્યો છે.

શૈક્ષણિક માહિતીના તારણૉ:

  • આ સંસ્થામાં રહેલા કુલ ૩૦૦ ઉત્તરદાતાઓમાં ૯૬.૬૭ ટકા ઉત્તરદાતાઓ બ્રઇલ લીપીનો ઉપયોગ કરે છે. જ્યારે ૩.૩૩% ઉત્તરદાતા શિક્ષા પ્રાપ્ત કરવામાં બ્રઇલ લીપીનો ઉપયોગ કરતા નથી. આ વિધાર્થીઓને અલ્પ દ્રષ્ટિ હોવાથી તેઓ વાંચી શકે છે.
  • ૩૦૦ ઉત્તરદાતાઓમાં ૮૮.૬૭% ઉત્તરદાતાઓના શિક્ષક પ્રજ્ઞાચક્ષુ છે. જ્યારે ૧૧.૩૩% ઉત્તરદાતાઓના શિક્ષક નોર્મલ છે.
  • ૩૦૦ ઉત્તરદાતાઓમાં ૮૯.૩૪% ઉત્તરદાતાઓને મુશ્કેલીના સમયે શિક્ષકો મિત્રોનો સહકાર મળે છે. જ્યારે ૭.૩૩% ઉત્તરદાતાઓને સહકાર મળતો નથી. જ્યારે ૭.૩૩% ઉત્તરદાતાઓ પાસેથી જવાબ પ્રાપ્ત થયેલ નથી.
  • ૩૦૦ ઉત્તરદાતાઓમાં ૫૫.૬૭% ઉત્તરદાતાઓ પ્રત્યે શિક્ષકનું વર્તન સારુ છે. તેમજ ૧૯% ઉત્તરદાતાઓ પ્રત્યે શિક્ષકનું વર્તન સામાન્ય છે. જ્યારે ૧૫.૩૩% ઉત્તરદાતાઓ પ્રત્યે શિક્ષકનું વર્તન વધારે કાળજી પૂર્વકનું છે.
  • ૩૦૦ ઉત્તરદાતાઓમાં ૩૬.૬૭% ઉત્તરદાતાઓ સંગીત ગાયન ની પ્રવૃત્તીમાં રસ લે છે જ્યારે ૬૩.૩૩% ઉત્તરદાતાઓને સંગીત વાદનની પ્રવૃતિઓમાં રસ છે.
  • ૩૦૦ પ્રજ્ઞાચક્ષુ ઉત્તરદાતાઓમાં ૮૩.૩૩% ઉત્તરદાતાઓ શિક્ષક બનવા માંગે છે. ૮.૬૭% ઉત્તરદાતાઓ વકીલ બનવા માંગે છે. જ્યારે ૮ % ઉત્તરદાતાઓ શું બનવા માંગે છે તે વિચાર્યુ નથી.
આમ પ્રજ્ઞાચક્ષુ વિધાર્થીઓ જ્રે પ્રકારનું જીવન જીવી રહ્યા છે તેમાં કુટુંબનો સમાજ નો સમકક્ષ વર્ગ શિક્ષક ગણ વગેરે તેમના જીવનમાં મહત્વ ધરાવે છે. તેઓ તેમની સામાજીક માનસિકતા સંતુષ્ટ કરવામાં મદદરૂપ થાય તેવી ઇચ્છા રાખી રહ્યા છે.

સમાજ તેમનો દેખીતી રીતે તો તેમની વિકલાંગતાનો સ્વીકાર કરે છે પરંતુ વાસ્તવિક સ્થિતિ તદ્દન ભિન્ન જોવા મળે છે. આથી જ જરૂરી જ છે તેઓના વર્તનમાં પણ તેનો સ્વીકાર થાય તે જરૂરી છે. વિકલાંગ વ્યક્તિઓને સતત સમાજનો ડર રહ્યા કરે છે. સમાજ હંમેશા તેમને વિકલાંગ તો માનેજ છે સાથે સાથે સમાજથી વિખૂટા પડેલા સભ્ય તરીકે પણ ગણે છે. ઘણા કુટુંબમાં તેમની સાથે ઉપેક્ષા ભર્યુ વર્તન કરવામાં આવે છે. અન્ય ભાઇ બહેનની તુલનામાં તેમને નીચી કક્ષાનો માનવામાં આવે છે. તેઓ વિકલાંગ થયા છે તેંનો પૂર્વજન્મનું ફળ માનવામાં આવે છે. અંધ વિશ્વાસ પાછળનું કારણ શિક્ષણનો અભાવ બધે આવી માન્યતાઓ ઘર કરેલી જોવા મળે છે. આવા દૂષણને નાબૂદ કરવા માટે સમાજ સુધારક, સમાજનો શિક્ષિત વર્ગ ધર્મ ગુરુ દ્વારા તેમજ સમાજકલ્યાણ સંસ્થા દ્વારા તેમના મૂળ સુંધી પહોચવાની ખાસ જરૂર છે.

માનવીનો જન્મ એ કુટુબમાં બનતી અદભૂત ઘટના છે, પરંતુ જન્મજાત ખોડખાંપણ કે કુદરતી અથવા માનવ સર્જીત વિકલાંગતાએ સમાજમાં બનતી આકસ્મિક ઘટના છે. આવી પ્રત્યેક ઘટનામાં કુદરત જો એક હાથે લઇ લે છે તો બીજા હાથે તેમના જીવનમાં છૂપી શક્તિ અને તાકાતનો સંચાર કરે છે.. તેથી વિકલાંગ વ્યક્તિને દયાની નહી પણ પ્રેમ અને હૂફની જરૂર છે. સહકાર અને સહવાસની જરૂર છે. કે જેથી વિકલાંગ વ્યક્તિઓ પણ આમ આદમીની માફક સમાજમાં સરળ અને સહજ રીતે જીવન વ્યતિત કરી શકે.

*************************************************** 

ડો. રીટા. ડી. મોરી
વ્યાખ્યાતા સહાયક
સમાજશાસ્ત્ર વિભાગ,
સરકારી વિનયન કોલેજ,
ગાંધીનગર

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us